સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી મહામારી ને લીધે નકારાત્મક થઈ રહ્યું હતું ત્યારે એવા સમય માં સંગીત ના માધ્યમ થી શિવરામ પરમારે દેશ વિદેશ ના અનેક સંગીત રસિકો ને સતત ૧૦૧ દિવસ સુધી દરરોજ એક કલાક નિસ્વાર્થ ભાવે સંગીત પીરસી ને સકારાત્મક ઊર્જા ફેલાવવાનું કાર્ય કર્યું હતું.
સાથે સાથે અનેક કલાકારો ને પણ આ રીતે બહાર આવી પોતાનાં રસિકો ની મદદ કરવા નું આહવાન કર્યું હતું. જેની નોંધ લેતા ભારત સરકારે શિવરામ પરમાર ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન આપી સન્માનિત કર્યા હતા.ત્યાર બાદ એન. ડી. ગ્રુપ ઓફ કંપની તથા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા "રેવા ના મોતી" દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અને હાલ ડિસેમ્બર માં મુંબઈ ના વી કેર ફાઉન્ડેશન તરફ થી સમાજ રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે સાવરકુંડલા ના યુવા ઉદ્યોગ પતિ અને સમાજ સેવી એવા ગુણવંતભાઈ બગડા ના હસ્તે દેવ એજ્યુકેશન ટ્રસ્ટ તરફ થી "વિશિષ્ઠ પ્રતિભા પુરસ્કાર એવોર્ડ" થી સન્માનિત કરાયા છે.
દેવ એજ્યુકેશન ટ્રસ્ટ શિક્ષણ સંસ્કાર અને સેવાની જ્યોત જલતી રાખી ને સમાજ અને રાષ્ટ્ર માટે ઉમદા કાર્ય કરી રહ્યું છે. ભારત ભર માં સેવા ને સમર્પિત એવા મહાનુભાવો નું સન્માન રૂબરૂ જઇને કરવાની ની એક નવી પહેલ ની શરૂઆત ગુણવંતભાઈ બગડા એ કરી હોય જેમાં તારીખ 22 મી ના રોજ સાવરકુંડલા થી મુંબઈ જઈ ને તેમણે સમાજ માં ઉમદા કાર્ય કરવા બદલ શિવરામ પરમાર નું સન્માન કરી એમને વિશિષ્ઠ પ્રતિભા પુરસ્કાર આપ્યો હતો. (ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500